17/08/2026
સિંગ દાણા વાળી ભીંડી નું શાક
મને એવી સબ્ઝી બહુ જ ગમે છે જેમાં મસ્ત ક્રંચ હોય! મારું આ સીંગદાણા વાળી ભીંડાનું શાક ટિફિન માટે એકદમ પરફેક્ટ છે અને ફોર્ચ્યુન કપાસિયા તેલના કારણે કલાકો સુધી એકદમ ફ્રેશ રહે છે. તમારે પણ લંચ માટે આ ક્રિસ્પી, સીંગદાણા વાળા ભીંડાનું શાક ચોક્કસ ટ્રાય કરવું જોઈએ - આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે મારા ઘરના લોકો વારંવાર આની ડિમાન્ડ કરે છે!
Ingredients (સામગ્રી)
* ૫૦૦ ગ્રામ ભીંડા
* ૨-૩ મોટી ચમચી ફોર્ચ્યુન કપાસિયા તેલ
* ૧.૫ નાની ચમચી જીરું
* ૧/૨ નાની ચમચી હિંગ
* થોડી ઝીણી સમારેલી કોથમીર (ગાર્નિશ માટે)
* મીઠું (સ્વાદ મુજબ)
શાકનો મસાલો બનાવવા માટે:
* ૧/૪ કપ શેકેલા સીંગદાણા
* ૨ મોટી ચમચી સફેદ તલ
* ૧ નાની ચમચી વરિયાળી
* ૧ નાનો ટુકડો આદુ
* ૩-૪ લીલા મરચાં
* ૨ નાની ચમચી ધાણાજીરું પાવડર
* ૧/૨ નાની ચમચી હળદર
* ૧.૫ નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
* ૧ નાની ચમચી ગરમ મસાલો (અથવા કિચન કિંગ મસાલો)
* ૧ નાની ચમચી આમચૂર પાવડર
* મીઠું (સ્વાદ મુજબ)
Recipe Instructions (બનાવવાની રી�